રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ5 જૂન, 2026| Super Admin

પાટણ સાયન્સ સેન્ટર અને વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

પાટણ સાયન્સ સેન્ટર અને વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વન વિભાગ પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. 05 જૂન, 2026ના રોજ વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વર્ષ 2026ના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "કુદરતથી પ્રેરિત. આબોહવા માટે. આપણા ભવિષ્ય માટે" આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આબોહવા પરિવર્તન અંગે જનજાગૃતિ ફેલાવવાનો, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો તેમજ હરિત અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે સમાજને પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ  પાટણ સાંસદ ભરતસિંહ ડાભી,પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ,પાટણ જિલ્લાભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન રાવળ, ચીફ ઓફિસર શ્રીમતી  હિરલબેન ઠાકર, નાયબ વન સંરક્ષક નિકુંજસિંહ પરમાર, મદદનીશ વન સંરક્ષક તેજસભાઈ ચૌધરી તેમજ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રી અને સમગ્ર કર્મચારીઓ તથા શાળાના બાળકો અને અન્ય મહાનુભાવો સહિત 300 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિષયક લોકપ્રિય વ્યાખ્યાન, વૈજ્ઞાનિક શો, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓ માટે પર્યાવરણમૈત્રી પ્રવૃત્તિઓ,તથા આબોહવા પરિવર્તન પર વર્કશોપ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સંસદ સભ્ય અને કલેક્ટરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આબોહવા પરિવર્તન સમગ્ર વિશ્વ સામેનો સૌથી મોટો પડકાર બની રહ્યો છે. વધતું તાપમાન, અનિયમિત વરસાદ, પાણીની અછત અને કુદરતી આફતો જેવી પરિસ્થિતિઓ સામે અસરકારક પગલાં ભરવા માટે દરેક વ્યક્તિએ ઊર્જા બચત, વૃક્ષારોપણ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન તથા પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવી જરૂરી છે.કાર્યક્રમના ભાગરૂપે વૃક્ષારોપણ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્થાનિક 15 થી વધુ પ્રજાતિઓના આશરે 300 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોની સક્રિય ભાગીદારી દ્વારા “ વિશ્વ પર્યાવરણ દિવસ”નો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાઓના વિદ્યાર્થીઓ,શિક્ષકો,સરકારીઅધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સામાન્ય લોકો મોટી સંખ્યામાં જોડાય હતા.

સંબંધિત સમાચાર