રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત

પાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત
  • પાટણ શહેરના વોડૅ નં.3 મા આવતા કોઠા કુઈ,દશામાતા મંદિર રોડ ઉપર છેલ્લા ધણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સજૉઈ હતી.આ સમસ્યાના નિરાકરણ બાબતે સ્થાનિકો દ્વારા નગરસેવક ગોપાલસિંહ રાજપૂત અને ગૌરવ મોદી ને રજુઆત કરતાં તેઓએ તાત્કાલિક પાલિકાના ભૂગર્ભ ગટર શાખાના કમૅચારીઓને ધટના સ્થળે બોલાવી જામ થઈ ગયેલા ભૂગર્ભ ગટર લાઈનના ઢાંકણા તોડાવી ચોકઅપ બનેલ લાઈનની જેટિગ મશીનની મદદથી સફાઈ કરાવતાં લાઈનમાથી અતિશય કચરો,પ્લાસ્ટિક  સહિત મોટી માત્રામાં માટી નીકળતા તેને દુર કરી વિસ્તારના લોકોની ધણા સમયની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું. સાથે સાથે આ વિસ્તારમાં આવેલ પારેવા સર્કલ, શિશુ મંદિરની પાછળ છેલ્લા 15 દિવસથી પાણીની મેઈન લાઇન તૂટેલી હતી તેનું પણ જેસીબી મશીનની મદદથી સમારકામ કરાવી વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું પણ સુખદ નિરાકરણ લાવવામાં આવતાં વિસ્તારના રહીશોએ નગરસેવકો સાથે પાલિકાના કર્મચારીઓની કામગીરીને સરાહી હતી.
Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Patan Municipality

સંબંધિત સમાચાર