રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
પાટણ17 જૂન, 2026| Super Admin

પાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો

પાટણ કલેક્ટરનો નિર્ણય NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ લદાયો

NHAI મંજૂરી વિના બાંધકામ કે NA નહીં અને ઉલ્લંઘન કરનાર અધિકારી જવાબદાર

 પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 68 (રાધનપુર-પાટણ સેક્શન) ને ફોર-લેન કરવાની કામગીરી અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આ પ્રોજેક્ટ રૂટ પર આવતા 24 ગામોની જમીન પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પરામર્શ વિના જમીન વપરાશ ફેરફાર (NA), ગણોત ધારાની મંજૂરીઓ કે નવી વિકાસલક્ષી પરવાનગીઓ આપવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું જાહેર હિત અને સરકારી નાણાંનો વ્યય અટકાવવા માટે લેવાયું છે.NHAI દ્વારા રાધનપુર-પાટણ સેક્શન (NH-68, કિમી 0.000 થી કિમી 52.600) ને ફોર-લેન કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ હાઈવે પ્રોજેક્ટનું સૂચિત અલાઈનમેન્ટ પાટણ જિલ્લાના રાધનપુર, સમી, હારીજ અને પાટણ તાલુકાના કુલ 24 ગામોની સીમમાંથી પસાર થાય છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે સત્તાવાર સર્વે નંબરો નક્કી કરવાની ડીપીઆર (DPR) ની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેથી ભવિષ્યમાં જમીન સંપાદનના વળતરની રકમ બિનજરૂરી રીતે ન વધે.આ આદેશ હેઠળ રાધનપુર તાલુકાનાઆ આદેશ હેઠળ રાધનપુર તાલુકાના શિનાડ, નાનાપુરા, ઘરવડી અને કમાલપુર (સાતુન) ગામોનો સમાવેશ થાય છે.

સમી તાલુકાના દાદર ગામ તેમજ હારીજ તાલુકાના ખાખલ, જસવંતપુરા, રગુનાથપુરા, રોડા, વાંસા, માંસા અને દુનાવાડા ગામની જમીનો પર આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત,પાટણ તાલુકાના ખાનપુરડા, દૂધારામપુરા, હનુમાનપુરા, વડલી, અનાવાડા, ગોલાપુર અને રાજપુર ગામ તેમજ પાટણ શહેર વિસ્તારના બકરાતપુર, સાડેસર પાટી, ગુંગડીપાટી, હાંસાપુર અને સમાલપાટી વિસ્તારના સર્વે નંબરોને પણ આ સૂચના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.જિલ્લા કલેક્ટર કચેરીના આદેશ અનુસાર, સૂચિત અલાઈનમેન્ટમાં આવતા તમામ 24 ગામોના વિસ્તારોમાં NHAI ના પૂર્વ પરામર્શ કે મંજૂરી વિના કોઈપણ પ્રકારની નવી બાંધકામ પરવાનગી કે જમીન ફેરફારની પ્રક્રિયા કરી શકાશે નહીં. જો કોઈ કચેરી કે અધિકારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન કરીને મંજૂરી આપવામાં આવશે અને તેના કારણે ભવિષ્યમાં જમીન સંપાદન વળતરની રકમમાં વધારો થશે, તો તેની તમામ નાણાકીય જવાબદારી મંજૂરી આપનાર સંબંધિત અધિકારી, શાખા કે કચેરીની રહેશે. આ બાબતે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, જિલ્લા આયોજનઅધિકારી,નગર નિયોજક,ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓને કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર