રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં વહેલી પરોઢથી જ વાદળ છાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં આંશિક ઘટાડો

મહેસાણામાં વહેલી પરોઢથી જ વાદળ છાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં આંશિક ઘટાડો
મહેસાણામાં છેલ્લા ઘણા દિવસોથી દિવસે ગરમી તો રાત્રે હાડ થ્રિજવી દે તેવી ઠંડીની બેવડી ઋતુ વચ્ચે મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી પરોઢથી જ વાદળ છાયું વાતાવરણ સર્જાતા કુદરતની લીલા સામે કાળા માથાનો માનવી અચરજ પામી ગયો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે જોવા જઈએ તો શિયાળાની ઋતુમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હોય તેમ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે ધરતીનો તાત ખેડૂત પોતાના વાવેટરના પાકની ચિંતામાં મુકાઈ ગયો છે. જો સતત વાદળ છાયું વાતાવરણ રહેશે તો ખેરમાં વાવેલા ઉભા પાકમાં કોહવાટ અને જીવાત પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જો બીજી તરફની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ કમોસમી વરસાદ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. આમ તો કહેવત છે કે શિયાળાની ઠંડી શિયાળું વાવેતર માટે આશીર્વાદ સ્વરૂપ ગણવામાં આવે છે. પરંતુ વાદળ છાયા વાતાવરણ અને ગાઢ ધૂમમ્સ વચ્ચે વરસાદ પડે તો શિયાળું વાવેતર કરતા ખેડૂતોને આ આશીર્વાદ અભિશાપ બની શકે તેમ છે અને શિયાળું પાકને મોટાપાયે નુકશાન થવાની શકયતા પણ છે. મહેસાણા જિલ્લામાં ખાસ કરીને શિયાળું પાકના વાવેતરમાં ઘઉં, બાજરી, એરંડા, વરિયાળી, જીરું, રાયડો સહિતના અનેક લીલા શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જેમાં શિયાળું પાક અને શાકભાજીમાં વિવિધ પ્રકારના રોગચાળા અને ઈયલ થવાની શક્યતાની સાથે પાક કે શાકભાજીનું વાવેતર બગડી શકે છે. જોકે આમ તો શિયાળાની સિઝનના પાકો માટે વધુ ઠંડી હિતકારી સાબિત થતી હોય છે પરંતુ ઠંડીની વચ્ચે જો વાદળ છાયું વાતાવરણ બંધાયેલું રહે અને જો વરસાદ પડે તો ખેડૂતના માથે આભ ફાટી પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. સાથોસાથ વાદળ છાયા વાતાવરણ તેમજ દિવસે ગરમી અને રાત્રે હાડ થ્રિજવી દે તેવી ઠંડીની આ બેવડી ઋતુ વચ્ચે અનેક પ્રકારની બીમારીઓ વધી જવા પામતી હોય છે જેના લીધે ઉંમરલાયક લોકોને વધુ તકલીફો ભોગવવી પડતી હોય છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર