રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 જૂન, 2026| Super Admin

પાલનપુર નજીક દેવપુરા બ્રિજ પર દૂધના ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી

પાલનપુર નજીક  દેવપુરા બ્રિજ પર દૂધના ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર નજીક આવેલા દેવપુરા જોડનાપુરા પાસેના બ્રિજ પર દોડતા દૂધના ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા હાઇવે પર થોડા સમય માટે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા હાઇવે પર દેવપુરા બ્રિજ પરથી જઈ રહેલા દૂધના ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક પાલનપુર ફાયર વિભાગને કરવામાં આવી હતી.

જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે આગના કારણે ટેન્કરને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#Palanpur#Devpura Bridge

સંબંધિત સમાચાર