રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખેમાણા પાસે ગૌમાતા પર વધુ એકવાર એસિડ એટેકથી આક્રોશ

ખેમાણા પાસે ગૌમાતા પર વધુ એકવાર એસિડ એટેકથી આક્રોશ

સપ્તાહમાં ગૌવંશ પર એસિડ એટેકના બીજા બનાવથી જીવદયાપ્રેમીઓ લાલઘૂમ પાલનપુર તાલુકાના ખેમાણા ગામ પાસે કોઈ નરાધમ તત્વો દ્વારા વધુ એક ગૌ માતા પર એસિડ એટેક કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક જ સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકનો બીજો બનાવ બનતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને નશ્યત કરવાની માંગ કરી છે. ખેમાણા પાસે ગત ગુરુવારે અજાણ્યા શખ્સોએ ગાય માતા ઉપર એસિડ નાખ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ગાય માતા ઉપર એસિડ રેડતા ગાય માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ખેમાણા ગામના ગ્રામજનોએ ઓનલાઇન પશુ સેવા કેન્દ્રમાં ફોન કરતાં ડોકટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા ગાય માતાની સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ફરીએકવાર ગૌ માતા પર એસિડ એટેક થયો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વારંવાર ગૌવંશ પર થતા એસિડ એટેકને પગલે ગ્રામજનો એ પોલીસને જાણ કરી હતી. ગૌ ભક્તોએ વારંવાર થતા એસિડ એટેક સામે ઉગ્ર રોષ ઠાલવી એસિડ નાખનાર શખ્સોને પકડીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

સપ્તાહમાં ગૌવંશ પર બીજો એસિડ એટેક: ખેમાણા પાસે છાશવારે ગૌવંશ પર થતા એસિડ એટેક સામે ગૌ ભક્તોએ ભારે ઉભરો ઠાલવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકની બીજી ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં 7 જેટલી ગાયો પર એસિડ એટેક થયો છે. જેમાં 2 નંદીના મોત થયા હોવાનું જણાવી ગૌભક્તોએ એસિડ છાંટવામાં આવતો નથી પણ રીતસર ગૌમાતા પર એસિડ રેડવામાં આવે છે. જેથી ગાય માતાઓની અરેરાટીભરી સ્થિતિ જોઈ ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને ઝડપી લેવાની માંગ કરી હતી. જોકે, અબોલ જીવો પર એસિડ નાખી અધમ કૃત્ય આચરનાર તત્વો પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ સત્વરે આવા માનસિક વિકૃતિ ધરાવતા નઠારા તત્વોને ઝડપી લે તેવી માંગ જોર પકડી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર