ઊંઝાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એવા રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓની સમસ્યાઓના નિરાકરણ માટે મહેસાણા સાંસદ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે રેલ્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન રેલવેના ડિવિઝનલ મેનેજર વેદ પ્રકાશ હાજર રહ્યા હતા. નાગરિકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને રસ્તાઓની સ્થિતિ સુધારવા અને રેલવે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. 11 ગરનાળા વિસ્તારમાં બંને તરફના રસ્તાઓના સમારકામ અને સુધારણા માટે સૂચનાઓ આપવામાં આવી. બસ સ્ટેશન પાસેના અંડરપાસમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને, રસ્તો બંધ ન થાય અને લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે યોગ્ય કામગીરી હાથ ધરવા રેલવે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા તેમજ અંડરપાસના ઉપરના ભાગે આવેલ રસ્તાનું પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણથી ઊંઝાના નાગરિકોને આશા જાગી છે કે, લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી હતી.અને નાગરિકોને સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે જાગૃતતા દાખવવામાં આવી હતી.
ઊંઝાના રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓનું સાંસદ અને ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ કરાયું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#infrastructure#Public Services#Railway Issues#Monsoon challenges#Citizen Welfare#road repairs#Waterlogging#Road Inspection#Unjha Railway#Mehsana MP#Unjha MLA#Underpass
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
14 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
