અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા ૫૧ હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ, સિઝન દરમિયાન સતત વરસેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાકમાં જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે મગફળીનો પાક નષ્ટ થવાના આરે પહોંચ્યો છે. પાકને બચાવવા માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે, છતાંય અપેક્ષિત ઉત્પાદન મેળવવાને લઈને અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય સહાયની માંગ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં ૫૧ હજાર હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર: સતત વરસાદના કારણે જીવાતનો પ્રકોપ

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીશામળાજી રોડ રેલવે સ્ટેશને નવી વંદે ભારત એક્સપ્રેસનું સાંસદની ઉપસ્થિતિમાં સ્વાગત
12 કલાક પહેલા
અરવલ્લીહિંમતનગરમાં દારૂ ભરેલી રીટ્ઝ કાર ઝડપાઈ: 816 બોટલ સાથે એક ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ડ્રગ્સ વિરોધ અભિયાન: 278 કિલો પોષ ડોડા સાથે મોટો જથ્થો ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઈડર કોલેજનો દબદબોઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખો-ખો સ્પર્ધામાં ઈડરની ટીમ ચેમ્પિયન
1 અઠવાડિયા પહેલા
