રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત6 જૂન, 2026| Super Admin

ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગની 7 દિવસની આગાહી

ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગની 7 દિવસની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૧૫ જૂનની આસપાસ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું બેસી શકે છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે મુંબઈમાં પણ તે સમયસર દસ્તક આપશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૭ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. 

સંબંધિત સમાચાર