રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય18 ઑગસ્ટ, 2025| Super Admin

દેશભરમાં મેઘમહેર યથાવત : દિલ્હી-બિહાર સહિત 15 રાજ્યોમાં એલર્ટ

દેશભરમાં મેઘમહેર યથાવત : દિલ્હી-બિહાર સહિત 15 રાજ્યોમાં એલર્ટ
હિમાચલમાં તબાહી, અન્ય રાજ્યોમાં ચેતવણી: હવામાન અનુમાન: આગામી 5 દિવસમાં બિહાર અને મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોર યથાવત છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીમાં આગામી 7 દિવસ સુધી વરસાદથી કોઈ રાહત મળશે નહીં. આજે પણ દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ઓટ તાલુકામાં અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી હાઈવે બંધ થઈ ગયો છે. કિન્નૌરમાં પણ ભૂસ્ખલનથી બે પ્રવાસીઓના મોત થયા છે. હવામાન વિભાગે હિમાચલના મનાલી સહિત અનેક જિલ્લાઓમાં વધુ વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ભારત: 18 અને 19 ઓગસ્ટના રોજ મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારત: 18 થી 21 ઓગસ્ટ સુધી દરિયાકાંઠાના કર્ણાટક, આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, રાયલસીમા, તેલંગાણા, કેરળ અને માહેમાં ભારે વરસાદની સંભાવના છે. પૂર્વ અને મધ્ય ભારત: 18 ઓગસ્ટના રોજ દક્ષિણ ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી 7 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદનું જોર જોવા મળશે. ઉત્તર ભારત: 18 અને 19 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર-પૂર્વ ભારત: આગામી 7 દિવસ દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ યથાવત રહેશે.આગામી 5 દિવસમાં બિહાર અને મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે. આથી, સંબંધિત રાજ્યોના લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.    

સંબંધિત સમાચાર