રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વડનગરમાં તાના રીરી મહોત્સવ સંદર્ભે બેઠક યોજાઈ

વડનગરમાં તાના રીરી મહોત્સવ સંદર્ભે બેઠક યોજાઈ

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે દ્રિ દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે દ્રિ દિવસીય શાસ્ત્રીય સંગીતનો તાના-રીરી મહોત્સવ આગામી તા. 22 અને 23 નવેમ્બરના રોજ વડનગર ખાતે યોજાશે. મહોત્સવની તૈયારી સંદર્ભે બેઠક આ મહોત્સવ ગરીમાપૂર્ણ યોજાય તે માટે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આજરોજ બેઠક યોજવામાં આવી હતી જેમાં મહોત્સવની તૈયારી સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવના આયોજન સંદર્ભે વિવિધ વ્યવસ્થાઓ, સુરક્ષા, સલામતી, સ્ટેજ વ્યવસ્થા, વિદ્યુત વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, એવોર્ડી કલાકારોનું ગરીમાપુર્ણ સન્માન સહિતની વિવિધ વ્યવસ્થાઓ સંદર્ભે ખાસ આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત આ બેઠકમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ આઈ.આર. વાળા, નિવાસી અધિક કલેકટર જશવંત કે. જેગોડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક હર્ષનિધિ શાહ સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.      

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર