રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના વિકાસ માટે જન આંદોલન; પાલિકા સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન

ડીસાના વિકાસ માટે જન આંદોલન; પાલિકા સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન
ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે, 'શાન તિરંગા ગ્રુપ' દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું. આ આંદોલનનો પ્રારંભ આજે રામધૂન સાથે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દાઓ તરફ દોરવાનો. પાંજરાપોળ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના નામે પાંજરાપોળ ની જમીન પચાવી પાડવાનો કારસોં ડીસામાં બ્યુટીફિકેશનના નામે કરોડોનું આંધણ: શહેરમાં બ્યુટીફિકેશન પ્રોજેક્ટ્સના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળના કથિત દુરુપયોગ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ ઉપરાંત ગેરકાયદેસર કતલખાના બંધ કરવા રોડ ઉપર રખડતા પશુ બાબતે પણ પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. ગ્રુપનું કહેવું છે કે આ ભંડોળનો ઉપયોગ અન્ય આવશ્યક વિકાસ કાર્યોમાં થવો જોઈએ શહેરમાં હઠીલા હનુમાન મંદિર પાસે આવેલી ગૌશાળાને તોડી પાડવાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ ગૌશાળાને બચાવવા અને ગાયો માટે યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની માગણી કરવામાં આવી છે. 'શાન તિરંગા ગ્રુપ' દ્વારા શરૂ કરાયેલા આ આંદોલનને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રુપે જણાવ્યું છે કે જો તેમની માગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.આ ઉપરાંત આ મામાલે મામલદાર તેમજ નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું પગલાં ભરે છે, તે જોવું રહ્યું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર