રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં તંત્રની મોટી કાર્યવાહી: સુરક્ષાના નિયમોના ભંગ બદલ સુરમંદિર થિયેટર સીલ

પાલનપુરમાં તંત્રની મોટી કાર્યવાહી: સુરક્ષાના નિયમોના ભંગ બદલ સુરમંદિર થિયેટર સીલ

પાલનપુર શહેરના સુરમંદિર થિયેટરને જિલ્લા વહીવટી તંત્ર અને મામલતદારની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. થોડા મહિના અગાઉ થિયેટરમાં ચાલુ શો દરમિયાન છતના પોપડા અચાનક નીચે પડતાં દર્શકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે થિયેટર સંચાલક ને નોટિસ આપવામાં આવી હતી.

નોટિસ બાદ પણ થિયેટરમાં જરૂરી સલામતીલક્ષી કાર્યવાહી અને સમારકામ કરવામાં ન આવતા તંત્ર દ્વારા ફરી કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દર્શકોની સુરક્ષાને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને મામલતદારની ટીમે સુરમંદિર થિયેટરને સીલ કરી દીધું હતું. તંત્રની કાર્યવાહીથી થિયેટર સંચાલકોમાં દોડધામ મચી હતી. જ્યાં સુધી જરૂરી સલામતીલક્ષી ખામીઓ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી થિયેટર બંધ રહેશે તેવી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#Banaskantha

સંબંધિત સમાચાર