રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા15 જૂન, 2026| Super Admin

લોધાવાસ–રાજપુર રોડના રહેવાસીઓ મેદાને: ‘સરકારશ્રી’ શબ્દ હટાવવા ડીસામાં માંગ

લોધાવાસ–રાજપુર રોડના રહેવાસીઓ મેદાને: ‘સરકારશ્રી’ શબ્દ હટાવવા ડીસામાં માંગ

ડીસા શહેરના લોધાવાસ–રાજપુર રોડ, વોર્ડ નં. 9 વિસ્તારમાં રહેતા લોધા સમાજ સકલ પંચના આગેવાનો અને રહેવાસીઓએ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી સમક્ષ રજૂઆત કરીને સીટી સર્વે શીટ નં. ૫૮ અને ૫૯ ની જમીન સરકારશ્રી દ્વારા નાબુદ કરવા તેમજ વિસ્તારના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે માંગણી કરી છે.

   રહીશોએ રજૂઆતમાં જણાવ્યુ છે કે વર્ષો પહેલા રહેવાસીઓએ ઘાસવાડા વિસ્તારમાં ઝૂંપડાં બાંધી વસવાટ શરૂ કર્યો હતો અને સમય જતાં મકાનો બનાવી જીવન નિર્વાહ કરી રહ્યા છે. છતાં હજુ સુધી જમીન સરકારી રેકોર્ડમાં નિયમિત ન થતાં રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓએ ઉમેર્યું કે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ગટર જોડાણ અધૂરું છે, જેના કારણે ગંદકીની સમસ્યા વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી તેમજ સ્ટ્રીટ લાઈટ અને રસ્તાના કામો પણ બાકી છે. વિસ્તારના ધાર્મિક સ્થળો આસપાસ પણ ગંદકીના પ્રશ્નો ઉભા થતા હોવાનું જણાવાયું છે.

સાથે જ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે કે વિસ્તારના લોધા સમાજને વર્ષો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં તેનો અમલ થયો નથી. હાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અને તેઓને કાયમી રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે. રહેવાસીઓએ સરકાર અને સ્થાનિક તંત્રને વિસ્તારના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી જમીન નિયમિત કરવાની તેમજ સમાજના પરિવારોને ન્યાય આપવા અપીલ કરી છે.

સંબંધિત સમાચાર