કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રફુલભાઈ પાનશેરિયા, મુકેશભાઈ પટેલ અંતિમયાત્રામાં જોડાઈ મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરત શહેરના વરાછા વિસ્તારના રહેવાસી સ્વ.શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાની આજે સવારે મોટા વરાછા ખાતેથી નીકળેલી અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો, અગ્રણીઓ, સ્વજનો જોડાઈને મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી હતી. સ્વ. શૈલેષભાઈના આત્માની ચિરઃ શાંતિની પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પી હતી. કઠોર અબ્રામા સ્મશાનગૃહમાં મૃતકના પાર્થિવ દેહને પરિજનોએ અગ્નિદાહ આપ્યો હતો. જ્યાં સ્વ. શૈલેષભાઈનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના સ્વ.શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Surat#Harsh Sanghvi#Condolences#Government Officials#Family support#Pahalgam Terror Attack#Shaileshbhai Kalthia#Last Rites#C.R. Patil#Public Figures
સંબંધિત સમાચાર
ગુજરાતઓનલાઈન મેપના પર ભરોષો કરવો મોંઘો સાબિત થયો, ટ્રક અંડરપાસમાં ફસાઈ ગયું
1 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાં બે મુસ્લિમ યુવાનો ખોટા બહાના હેઠળ ગરબા પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા
1 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં બાળકો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો
2 દિવસ પહેલા
ગુજરાતગાંધીનગરમાં ભાજપ ફરી નંબર 1 બન્યું
3 દિવસ પહેલા
