રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ23 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ એનજીઈએસ ના વિધાર્થીઓને ચંદ્રયાનથી મંગલયાન સુધીની જાણકારી આપતા ઈસરો વૈજ્ઞાનિક ડૉ.આર્યા

પાટણ એનજીઈએસ ના વિધાર્થીઓને ચંદ્રયાનથી મંગલયાન સુધીની જાણકારી આપતા ઈસરો વૈજ્ઞાનિક ડૉ.આર્યા
ધીરજ, જુસ્સો અને સતત મહેનત એ જ જીવન અને વિજ્ઞાનમાં જીતવાનો મંત્ર છે : ડૉ. આર્યા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES),પાટણ સ્થિત કેમ્પસમાં ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રોફ. (ડૉ.) આશુતોષ આર્યાએ ગતરોજ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડૉ. આર્યાએ પોતાના વર્ષોનાં પ્રાયોગિક અનુભવના આધારે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કેવી રીતે ઈસરો એક સમયે સીમિત સાધનો અને સ્ટાફ સાથે શરૂ થયું હતું અને આજે વિશ્વની અગ્રણી સ્પેસ એજન્સી તરીકે ઉભરી આવ્યું છે. તેમણે ખાસ કરીને ચંદ્રયાન અને મંગલયાન મિશન દરમિયાન આવેલા પડકારો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ડૉ. આર્યાએ સમજાવ્યું કે મિશન દરમિયાન અનેક ટેક્નિકલ મુશ્કેલીઓ અને અનિશ્ચિત પરિસ્થિતિઓ ઊભી થઈ, પરંતુ ટીમે ધીરજ, શાંતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તેનો સામનો કર્યો. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે આવા પ્રોજેક્ટમાં ક્યારેય હાર માનવી નહિ, કારણ કે વિજ્ઞાનમાં દરેક નિષ્ફળતા એ નવી શીખ અને સફળતાની પહેલી સીડી છે. તેમણે ચંદ્ર અને મંગળના ઉચ્ચ ગુણવત્તાવાળા વાસ્તવિક ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતાં. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.સી.પોરિયા એ પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવા, નવા પ્રશ્નો પૂછવા અને સંશોધન તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે એનજીઈએસ. કેમ્પસના પ્રો.જય ધ્રુવ એ ડૉ.આર્યાનું ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.

સંબંધિત સમાચાર