રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ9 મે, 2026| Super Admin

સુઇગામના પાડણથી જેલાણા સુધીના રિસરફેસિંગના ડામર રોડના કામમાં ગેરરીતિઓની બુમરાડ

સુઇગામના પાડણથી જેલાણા સુધીના રિસરફેસિંગના ડામર રોડના કામમાં ગેરરીતિઓની બુમરાડ

રૂપિયા 3 કરોડથી વધુ રકમનું ડામર રોડનું કામ ટેન્ડર વગર ગવર્મેન્ટના  પ્લાન્ટથી ચાલી રહ્યું છે અધિકરીઓને ઘી કેળા

સુઇગામ તાલુકાના જેલાણાથીં પાડણ સુધીના અંદાજે 6 કી. મી.ના અંતરનું સ્ટેટ વિભાગનું ગવરમેન્ટ પ્લાન્ટથી રીશરફેશીંગના ડામર રોડના કામોમાં ભારે ગેરરીતિઓની બુમરાડ ઉઠતા ખુદ ભાજપના જ આગેવાનો તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.જે રોષનો બળાપો સોસીયલ મિડીયામાં જોવા મળી રહ્યો છે.આ મુદ્દે અમારા સુઇગામ વાવના સ્થાનિક પત્રકાર વિષ્ણુ પરમારે ગ્રાઉન્ડ પર પહોંચી ચકાસણી કરતાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ 3 કરોડથી વધુ રકમનું કામ ગવર્મેન્ટ પ્લાન્ટથી ચાલી રહ્યું છે.એમાંય પણ "મોસાળમાં લગ્ન અને મા નું પીરસણ"જેવો ઘાટ ઘડાયો છે.આ સ્ટેટ વિભાગના ના.કા ઈજનેર પોતાના હસ્તક ડામર પ્લાન્ટ  ગાડીનો વહીવટ અને લેબર કામ વાર્ષિક ભાવથી અને પોતાની પાસે એકશન ઓફિસરનો ચાર્જ કામે પોતાની દેખરેખ હેઠળ અને મોનીટરીંગ પણ પોતાને કરવાનું બિલો પણ પોતાની સહીથી પછી તો ભાઇ સબ ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ વળી પાછા પોતાના ઉપર રાજકીય નેતાના ચાર હાથ કોણ અવાજ ઉઠાવે તેમ છતાં એક કહેવત છે ને કે "પાપ છાપરે ચડી ને પોકરે"વધુ પડતી ગેરરીતિઓ થતાં ખુદ ભાજપના નેતાઓ જ મેદાનમાં આવી બળાપો કાઢી જણાવ્યું કે, કામ માં કોન્ટેટી કે કોલેટી જળવાતી નથી.માટી કામમાં રોલીગ વોટરીગ થતું નથી.

ગવર્મેન્ટને કરોડો રૂપિયાના કામો જાતે કરવા પાછળનું કારણ શું? ગવર્મેન્ટ માત્રને માત્ર 200 થી 400.મીટરના રીપેરીગના જ કામો કરવાના હોય  આ 3 કરોડથી વધુ રકમ ના ડામર રોડના કામ માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નથી.જે મુદ્દે સાંસદ નું સૂચક મૌન કેમ?આ મુદ્દો પાર્લામેન્ટમાં રજૂ થવો જોઈએ  સરકાર જો આવી મોટી રકમના કામો ટેન્ડર પ્રક્રિયાથી આપે તો સરકારને પણ હેલથી કોમ્યુટેશન થઈ ફાયદો થઈ શકે છે.થરાદ તાલુકામાં પણ ગવરર્મેન્ટ પ્લાન્ટથી થયેલા કામોમાં ભારે ઉહાપોહ થયો હતો તેમ છતાં વાવ સુઇગામ થરાદ તાલુકામાં ગવર્મેન્ટ પ્લાન્ટથી કામો થઈ રહ્યા છે.જેમાં અધિકારીઓને ઘી કેળાં જોવા મળી રહ્યા છે. જોકે આવા કામોમાં ડામર પ્લાન્ટ ગાડી લેબર જેવા કામો 3 થી વધુ એજન્સીને કામો આપવા પડે છે. જોકે પાડણ જેલાણા ડામર રોડની ગેરરીતિઓના મુદ્દે  સુઇગામના.કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવાની  જેલાણા નેસડા ગોલપ પાડણના ગ્રામજનો તેમજ ભાજપ અગ્રણીઓ જણાવી રહ્યા છે. આ મુદ્દે વિજિલન્સ તપાસ જરૂરી બની છે. વાવ થરાદ સુઇગામ પંથકમાં છેલ્લા ત્રણ વર્ષ ના સમય દરમિયાન સ્ટેટ વિભાગના કામોની તપાસ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓને જેલમાં જવાની નોબત આવી શકે તેમ છે.

સંબંધિત સમાચાર