રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય1 ઑક્ટોબર, 2025| Super Admin

પોસ્‍ટ, પીપીએફ અને સુકન્‍યા સહિતની બચત યોજનાઓના વ્‍યાજ દર યથાવત

પોસ્‍ટ, પીપીએફ અને સુકન્‍યા સહિતની બચત યોજનાઓના વ્‍યાજ દર યથાવત
કેન્‍દ્રે ઓક્‍ટો.થી ડિસેમ્‍બર ૨૦૨૫ માટે વ્‍યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો કેન્‍દ્ર સરકારે પોસ્‍ટ સહિતની નાની બચત યોજનાઓ પરના ઓક્‍ટોબરથી ડિસેમ્‍બર ૨૦૨૫ના ત્રિમાસ માટે વ્‍યાજ દરની જાહેરાત મંગળવારે કરી હતી. દિવાળી પૂર્વે તમામ નાની બચત યોજનાઓ પરના વ્‍યાજ દર યથાવત રાખવામાં આવ્‍યા છે. પોસ્‍ટ બચત, પબ્‍લિક પ્રોવિડન્‍ટ ફંડ (પીપીએફ), સીનિયર સિટિઝન સેવિંગ્‍સ સ્‍કીમ (એસસીએસએસ), રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી), કિસાન વિકાસ પત્ર અને સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં વ્‍યાજ દર સ્‍થિર રહેશે. પોસ્‍ટ તથા બેન્‍કો દ્વારા સંચાલિત મોટાભાગની બચત યોજનાઓ પર છેલ્‍લા ઘણા ત્રિમાસથી વ્‍યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી. છેલ્‍લે ૨૦૨૩-૨૪ના ચોથા ત્રિમાસિક ગાળામાં કેટલીક બચતો પરના વ્‍યાજ દરમાં સુધારો કરવામાં આવ્‍યો હતો. ૩૦ સપ્‍ટેમ્‍બરે સરકારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ નાની બચત યોજનાઓ પર આગામી ઓક્‍ટોબરથી ડિસેમ્‍બર ૨૦૨૫ સુધીના ગાળામાં વ્‍યાજ દરમાં બદલાવ કરાયો નથી. જેને પગલે પીપીએફ પરનો વ્‍યાજ દર ૭.૧ ટકા, એનએસસીનો વ્‍યાજ દર ૭.૭ ટકા રહેશે. વરિષ્ઠ નાગરિકોની બચત યોજના તથા સુકન્‍યા સમૃદ્ધિ યોજના બંને પર ત્રિમાસમાં ૮.૨ ટકાના દરે વ્‍યાજ ચુકવવામાં આવશે. એક વર્ષ સુધી ફિક્‍સ્‍ડ ડીપોઝિટ પર ૬.૯૦ ટકા વ્‍યાજ રહેશે જ્‍યારે પાંચ વર્ષની એફડી પર ૭.૫૦ ટકા વ્‍યાજ મળશે.    

સંબંધિત સમાચાર