રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત3 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે

BCCI દ્વારા આંતરરાષ્ટ્રીય મેચોની તારીખો જાહેર કરવામાં આવી

(જી.એન.એસ) તા.3

હાલ તો સમગ્ર વિશ્વમાં જેની ચર્ચા ચાલી રહી છે તે આઈપીએલ-2025ની મેચ ભારતમાં રમાઈ રહી છે ત્યારે બીસીસીઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય મેચોની તારીખો જાહેર કરી છે.

બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ તારીખો મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયા પહેલા ઓસ્ટ્રેલિયના પ્રવાસે જશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં મેચ રમશે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવશે. આ બંને દેશો સાથે ભારતની ઓક્ટોબરથી ડિસેમ્બરમાં મેચ રમાશે. આ દરમિયાન કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.

ઓક્ટોબરની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવશે. બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. બીજી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ અને 10 ઓક્ટોબરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં બીજી ટેસ્ટ રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે. ત્યાંથી પરત ફર્યા બાદ સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. બને દેશો વચ્ચે 14 નવેમ્બરે દિલ્હીમાં પ્રથમ ટેસ્ટ, 22 નવેમ્બરે ગુવાહાટીમાં બીજી ટેસ્ટ રમાશે. ત્યારબાદ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન ત્રણ વન-ડે મેચ રમાશે. પછી 9 ડિસેમ્બરથી પાંચ મેચોની ટી20 સિરિઝ શરૂ થશે.

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈને કુલ 8 મેચો રમશે. બંને દેશો વચ્ચે ત્રણ વન-ડે મેચ અને પાંચ ટી-20 મેચ રમાશે. આ અંગે બીસીસીઆઈએ સત્તાવાર જાહેરાત પણ કરી છે. 

ભારત–ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચ ની જાણકારી:-

  • પ્રથમ વન-ડે – 19 ઓક્ટોબર : પર્થ સ્ટેડિયમ, પર્થ
  • બીજી વન-ડે – 23 ઓક્ટોબર: એડિલેડ ઓવલ, એડિલેડ
  • ત્રીજી વન-ડે – 25 ઓક્ટોબર: SCG, સિડની
  • પ્રથમ ટી20 – 29 ઓક્ટોબર: મનુકા ઓવલ, કેનબેરા
  • બીજી ટી20 – 31 ઓક્ટોબર: MCG, મેલબોર્ન
  • ત્રીજી ટી20 – 2 નવેમ્બર: બેલેરીવ ઓવલ, હોબાર્ટ
  • ચોથી ટી20 – 6 નવેમ્બર: ગોલ્ડ કોસ્ટ સ્ટેડિયમ, ગોલ્ડ કોસ્ટ
  • પાંચમી ટી20 – 8 નવેમ્બર: ધ ગાબા, બ્રિસ્બેન

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર