રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના ગંજીપૂરામાં છેલ્લા ૧૦ વર્ષથી વિકાસ 'વેરન', રોડ-રસ્તા અને ગટર મુદ્દે નગરપાલિકા સામે પ્રજાનો પ્રચંડ રોષ

ડીસાના ગંજીપૂરામાં છેલ્લા ૧૦ વર્ષથી વિકાસ 'વેરન', રોડ-રસ્તા અને ગટર મુદ્દે નગરપાલિકા સામે પ્રજાનો પ્રચંડ રોષ

ડીસાના ગંજીપૂરા વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષ થી રોડ, ભૂગર્ભ ગટરો તથા સફાઈના કામો ન થતાં લોકોએ ચટણી બહિષ્કાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા ૧૦ વર્ષથી દરેક ઉમેદવારો મસ મોટા વચનો આપીને જતાં રહે છે. પરંતુ વિકાસના કોઈ પણ કાર્યો ગંજીપૂરા વિસ્તારમાં ન થતાં લોકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ અંગે સ્થાનિક રેહવાસી અંનવરભાઈ શેખે જણાવ્યું કે, આખા ડીસામાં દરેક વોર્ડમાં વિકાસમાં કર્યો કરવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નં. ૯ આ આવેલ ગંજીપૂરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરો રોડ તથા સફાઈ ન થતાં વારંવાર અમારા બાળકો બીમાર પડે છે. રોગના ભરડામાં ફસાઈ જાય છે. આ અંગે જશવંતભાઈ દેવીપૂજકે જણાવ્યું કે, અમે કેટલીયવાર ચીફ ઓફિસર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરેલ થઈ જશે તેવા પોકળ વચન આપ્યા પરંતુ કોઈ વિકાસના કાર્યો ન થતાં લોકોએ મત ન આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. ત્યારે જાગૃત ધારાસભ્ય પ્રવીણભાઈ માંળી ગંજીપૂરા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ સફાઈ કરાવી લોકો બીમારીના ભરડામાંથી બહાર લાવે તેવી જનમાંગ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર