રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી Td અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ધનૂર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા ૧૧ ઘાતક રોગો જેવા કે ઝેરી કમળો, બાળ ગંભીર ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતા રોગો ન્યુમોનિયા અને મગજનો તાવ, ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટાવાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે રસીકરણ કરવાથી બચાવી શકાય છે. આ અભિયાનમાં રાજ્યની ૯૯૨ RBSK  ટીમો  દ્વારા ૪૭,૪૩૯  શાળાઓના અંદાજીત ૧૮,૨૦,૧૦૪ લાખ બાળકોનું રસીકરણ શાળાઓમાં ૧૦,૭૬૪ આરોગ્ય  ટીમો દ્વારા ટીડી સેશન યોજી રસીકરણ કરવામા આવશે. અંદાજીત ૩,૯૦,૪૫ બાળવાટિકાઓના ૬,૧૦,૨૭૯ બાળકોનું ડીપીટી બૂસ્ટર નાં બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે. આ અભિયાનમાં છૂટી ગયેલા બાળકોને  દરેક મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે. આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે.ટીડી અને ડીપીટીની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્ર્મ અંતર્ગત 1985 થી આપવામાં આવે છે. ગત ત્રણ વર્ષનાં ટીડી કેમ્પેઈન દરમિયાન શાળાઓમાં કોઈ આડ અસર નોંધાયેલ નથી, તેમ છતાં, પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એઇ.એફ.આઈ.કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય. આ અભિયાન દ્વારા રાજ્યના તમામ બાળકોને ધનૂર, ડિપ્થેરિયા અને ઉંટાટીયુથી બચાવી સફળતાપૂર્વક અમલીકરણ કરીએ.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર