રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા13 ડિસેમ્બર, 2024| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મગફળી ની ખરીદી પર લાગી બ્રેક બારદાન નાં હોવાના કારણે જિલ્લાનાં મોટા ભાગનાં કેન્દ્રો પર મગફળી ની ખરીદી કરાઈ બંધ

મગફળી ની ખરીદી પર લાગી બ્રેક બારદાન નાં હોવાના કારણે જિલ્લાનાં મોટા ભાગનાં કેન્દ્રો પર મગફળી ની ખરીદી કરાઈ બંધ
ખેડૂતો ની પજવણી યથાવત સત્વરે બારદાન ની વ્યવસ્થા કરી ખરીદી શરૂ થાય તેવી રજૂઆત: મગફળી ખરીદી પર બ્રેક લાગી છે. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકે મગફળી ખરીદી બંધ કરી દેવામાં આવી છે.જેનું કારણ છે બારદાન નો અભાવ જેના કારણે ખેડૂતો હવે પોતાનો મગફળી નો પાક જ્યાં સુધી વિવિધ મગફળી કેન્દ્ર પર બારદાન નાં આવે ત્યાં સુધી પાકનું વેચાણ નહિ કરી શકે સરકાર એ ખેડૂતો ને પોતાના પાકનાં પોષણસમ ભાવ મળી રહે તે માટે ટેકા ના ભાવે ખરીદી શરૂ કરી હતી. જેમાં ચાલુ વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લા મા પણ વિવિધ તાલુકા મથકે ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેને લઇ અગાઉ કરેલ નોધણી પ્રમાણે ખેડૂતો મગફળી નું વેચાણ ટેકાનાં ભાવે કરી રહ્યા હતા. જો કે છેલ્લા ત્રણચાર દિવસ થી એક પછી એક ખરીદ કેન્દ્ર પર બારદાન નાં હોવાના કારણે મગફળી ની ખરીદી બંધ કરવામાં આવી રહી છે.જેમાં થરાદ અને દિયોદર તાલુકા મા છેલ્લા 2 દિવસ થી મગફળી ની ખરીદી બંધ છે.જ્યારે આજ થી ધાનેરા ખાતે પણ ટેકા ના ભાવે મગફળી ની ખરીદી બંધ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર