રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝાના સરકારી તંત્રની ઘોર બેદરકારી : વર્ષો જુના 11 ગરનાળાના યોગ્ય સમારકામની માંગ

ઊંઝાના સરકારી તંત્રની ઘોર બેદરકારી : વર્ષો જુના 11 ગરનાળાના યોગ્ય સમારકામની માંગ
વિકાસ કાર્યોમાં કૂદકે ને ભૂસકે હરણફાળ ભરતું ઉનખા શહેર તેની આગવી ઓળખથી વિસજવભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે તેવામાં શહેરની ભૌગોલિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો શહેરમાં અનેક સ્થળોએ રોડ રસ્તા છેલ્લા કેટલાય વર્ષોથી ખખડધજ અવસ્થામાં આવી ગયા છે. સ્થાનિક નગરપાલિકા તંત્ર કે સરકારી અધિકારીઓને કે સ્થાનિક ધારાસભ્યને જનતા જનાર્દનના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં જાને કે કપી રસ કે રુચિ જ ન હોય તેવું શહેરની આંતરિક પરિસ્થિતિને જોતા સ્પષ્ટ જણાઈ આવે છે. ઊંઝામાં નવા રેલવે સ્ટેશન પાસે બનેલા વર્ષો જુના 11 ગરનાળા તરીકે ઓળખાતા આ રસ્તા પર શહેરીજનો સરળતાથી આવન જાવન કરી શકે છે પરંતુ હાલના તબક્કે ચોમાસામાં સાઇકલ, બાઈક કે થ્રી વિલર માટે આશીર્વાદ સમાન સાબિત થતો આ માર્ગ સ્થાનિક તંત્રની ઘોર આળસ કે અણઆવડતના લીધે આ પ્રશ્ન વર્ષે હજારો રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે. જે બાબતે શહેરીજનોએ અવારનવાર તંત્રને લેખિત કે મૌખિક રજૂઆતો કરી છે છતાં પણ તે બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવાતા ઊંઝાવાસીઓએ હવે તંત્ર સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું હોય તેમ લાગી રહ્યું છે. 11 ગરનાળામાંથી પસાર થતા રાહદારીઓ માટે અગર જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાળાની ગમે તે એક ઊંચી બાજુએ નીચે મજબૂત પથ્થરો દ્વારા વરસાદ કે ગટરનુ પાણી ના આવી શકે તે રીતે લેવલિંગ કરી મજબૂત રસ્તો બનાવવામા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આમ તો આ ગરનાળાનો રસ્તો માત્ર 20 મીટર જેટલો જ છે છતાં પણ સાવ સામાન્ય વરસાદ આવે તો પણ પાણીના લીધે કાદવ કીચડથી ખદબદી ઉઠતો હોય છે. આ રસ્તે વરસાદ બંદ થયા પછી લાંબા દિવસે કીચડ સુકાઈને રસ્તો આવવા-જવા લાયક બનતો હોય છે, ચોમાસામાં આ રસ્તો બિલકુલ બંધ થઇ જતો હોવાથી રાહદારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ ચોમાસાની સીઝનમાં 11 ગરનાળાનો રસ્તો બંદ થઈ જવાના લીધે ચારેક કિલોમીટર દૂર આખો ઓવરબ્રીઝ ફરીને ટિફિન લઈને જનારા સાવ સામાન્ય સાઇકલ ચલાવનાર ફેક્ટરી કે ખેત મજૂરોની શું દશા થતી હશે તે તો તેઓ જ જાણે. આ બાબતે સ્થાનિક હોદ્દેદારો, ઊંઝા નગરપાલિકા, ઊંઝા રેલવે વિભાગ અને ધારાસભ્ય સાથે મળી કાયમી ધોરણે યોગ્ય નિકાલ લાવી રસ્તો બનાવવા વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.    
  • Beta
Beta feature
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર