સરદાર કૃષિનગરમાં પશુપાલકોનો જમાવડો : ત્રિ-દિવસીય તાલીમ અને એક્સ્પોઝર વિઝિટ યોજાયો

૨૦૦ જેટલી મહિલાઓને વૈજ્ઞાનિક પશુપાલન અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક માહિતી અપાઈ
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગર (દાંતીવાડા) ખાતે તા. ૧૬ થી ૧૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય પશુપાલન તાલીમ કમ એક્સ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કામધેનુ યુનિવર્સિટી, રિલાયન્સ ફાઉન્ડેશન અને રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
ડૉ. એચ.સી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા ડૉ. જી.એમ. ચૌધરીના સંચાલનમાં યોજાયેલ આ તાલીમમાં વિવિધ વિભાગોના નિષ્ણાતોએ પશુ રોગનિદાન, સંવર્ધન, આહાર વ્યવસ્થાપન, રહેઠાણ, દૂધમાં ભેળસેળ ચકાસણી તેમજ પશુજન્ય રોગો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.આ તાલીમમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાંથી આશરે ૨૦૦ જેટલી પશુપાલક મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓને પશુપોષણ, માવજત અને વૈજ્ઞાનિક પશુપાલનની આધુનિક પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવી હતી તેમજ સંબંધિત સાહિત્યનું વિતરણ પણ કરાયું હતું.
તાલીમ દરમિયાન કોલેજના વિવિધ વિભાગો અને પશુ સારવાર સંકુલની પ્રવૃત્તિઓથી પણ હાજર પશુપાલકોને અવગત કરાયા હતા. કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ તજજ્ઞો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
1 દિવસ પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
1 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
3 દિવસ પહેલા
