રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જુલાઈ, 2025| Super Admin

થરાદ તાલુકામાં યુરિયા ખાતરની અછત સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર આપવા ખેડૂતોની રજૂઆત

થરાદ તાલુકામાં યુરિયા ખાતરની અછત સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર આપવા ખેડૂતોની રજૂઆત

થરાદ પંથકમાં નેનો યુરિયા બંધ કરી સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર આપવા ખેડૂતોએ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, તાલુકામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો સમયસર પિયત કરી શક્તા નથી. થરાદના ખેડૂતોએ જણાવ્યું હતુ કે, વાવ, સુઈગામ અને દિયોદરના ખેડૂતો ઉપરાંત રાજસ્થાનના ખેડૂતો પણ બિયારણ,દવા અને ખાતરની ખરીદી થરાદથી કરે છે.છેલ્લા ત્રણ વર્ષથી દરેક ખરીફ અને રવી સીઝનમાં પિયત સમયે યુરિયા ખાતરની અછત સર્જાય છે. આના કારણે ખેડૂતો પોતાના પાકને સમયસર પિયત કરી શકતા નથી. થરાદની જમીન વર્ષો જૂની પિયતવાળી અને સૂકા પ્રદેશવાળી હોવાથી નાઈટ્રોજનની કમી મોટા પ્રમાણમાં વર્તાય છે.યુરિયા ખાતર વગર કેટલાક મુખ્ય પાકો થઈ શકતા નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. ખેડૂતોની ફરિયાદ છે કે યુરિયાની જગ્યાએ તેમને નેનો યુરિયાની બોતલ આપવામાં આવે છે, જે તેમના અનુભવ મુજબ બિન-ઉપયોગી અને બિન-અસરકારક છે.તાલુકા સંઘ, જિલ્લા સંઘ અથવા અન્ય દુકાનદારો ખેડૂતોને આ નેનો યુરિયાની બોટલ લેવા માટે દબાણ કરે છે. જેના કારણે દુકાનદાર અને ખેડૂત વચ્ચે સંઘર્ષ થાય છે. માટે નેનો યુરિયાની બોટલો સંપૂર્ણપણે બંધ કરવામાં આવે અને સમયસર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર પૂરું પાડવામાં આવે જેથી તેઓ પોતાની ખેતી યોગ્ય રીતે કરી શકે.

સંબંધિત સમાચાર