રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા વર્ષની ખેતીનો પૂજા-પાઠ અને મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કર્યો

પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા વર્ષની ખેતીનો પૂજા-પાઠ અને મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કર્યો
સમય પરિવર્તન સાથે ગાડા-બળદ ની જગ્યાએ ખેડૂતોએ ટ્રેક્ટર ની પૂજા કરી અખાત્રીજના પવિત્ર દિવસે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા વર્ષની ખેતીની પુંજા વિધિ સાથે શુભ શરૂઆત કરી હતી; અખાત્રીજ ના આ પવિત્ર દિવસને વણજોયા મુહૂર્તનો દિવસ માનવામાં આવે છે. ત્યારે ખેડૂતોએ ટ્રેક્ટર અને ખેતીના ઓજારોની પૂજા વિધિ પરિવારની દીકરીઓના હસ્તે કરાવી હતી. ખેડૂતોએ ટ્રેક્ટરને કુમકુમ તિલક કરી,લાલ નાડાછડી બાંધી અને શ્રીફળ વધેર્યું હતું. ઉગમણી દિશા તરફ ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું.તો ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી અને ગોળ-ધાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પહેલાના સમયમાં હળ અને બળદથી ખેતી થતી હતી, પરંતુ આધુનિક સમયમાં ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવે છે. ખેડૂતોએ ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી ઉતારી હતી. આવનારું વર્ષ સફળ રહે અને કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખેડૂત પરિવારોમાં અખાત્રીજના દિવસે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો ધરતીને માતા સમાન માને છે. વાવેતર કરેલા પાકનો સારો ઉતારો મળે તે માટે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હોવાનું પાટણ સમીપ અનાવાડા ગામના ખેડૂત મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર