રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા27 જૂન, 2026| Super Admin

ખતરાના સાયામો ભણતર: ઊંઝાની ઉમિયામાતા પ્રાથમિક શાળા નં.-4 જર્જરિત હાલતમાં

ખતરાના સાયામો ભણતર: ઊંઝાની ઉમિયામાતા પ્રાથમિક શાળા નં.-4 જર્જરિત હાલતમાં

સમારકામ કરવા ઊંઝા ધારાસભ્યને રજૂઆત 

ઊંઝામાં આવેલી શ્રી ઉમિયામાતા મ્યુનિસિપલ પ્રાથમિક શાળા નંબર-4 ની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાની રાવ સાથે આ મામલે સ્થાનિક નાગરિક કૃણાલ હસમુખભાઈ મકવાણા દ્વારા ઊંઝા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કે. કે. પટેલને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

ધારાસભ્યને રજૂઆત કરવામાં આવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, શાળાની ઇમારત હાલમાં અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ત્યાં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. આ ચિંતાજનક પરિસ્થિતિને કારણે વાલીઓ પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કોઈ અણધારી કે અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જાગવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

પત્ર દ્વારા રજૂઆત કર્તાએ વિનંતી કરી છે કે શાળાનું સમારકામ તત્કાલ ધોરણે હાથ ધરવામાં આવે. આ સાથે જ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે અન્ય કોઈ જગ્યાએ ભટકવું ન પડે અને શાળા પરિસરમાં જ યોગ્ય ભૌતિક સુવિધાઓ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર