શુક્રવારે સવારે કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધાઈ હતી. સવારે ઉઠતાની સાથે જ લોકો ભૂકંપના આંચકા અનુભવ્યા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. હળવા આંચકાને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પરંતુ લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ પહેલા સોમવારે સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા કાશ્મીર ખીણના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા.
અહેવાલો અનુસાર, ભૂકંપ સાંજે 6:44 વાગ્યે ૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ શ્રીનગરથી આશરે 28 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 33.890 અક્ષાંશ અને 74 રેખાંશ પર હતું. ભૂકંપનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ મળ્યા નથી. જોકે, ભૂકંપના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો.





