બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ મુખ્ય ડેમમાંથી એક છે. મુખ્યત્વે બનાસકાંઠાના મધ્ય અને પૂર્વ ભાગના ગામોમાં પાણી પહોંચે છે. આ ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાલનપુર, ડીસા, દાંતી, અમીરગઢ, ગઢ તેમજ ડેમની નીચે આવેલા ગામોમાં દાંતીવાડા, કાનોડા, જલોદરા કોંકરેજ તાલુકાના ગામો, પાલનપુર, ડીસા શહેરને પીવાના પાણીની વિતરણ કરાય છે.બનાસકાંઠા સહિત રાજયમાં ચોમાસાનો એક મહિનો વિત્યો છે. બનાસકાંઠામાં સિઝનનો ૫૯.૮૪ ટકા વરસાદ પડયો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય ત્રણ ડેમોના તળિયા દેખાઈ રહ્યાં છે. https://youtu.be/_lgaJsJEtdY જેમાં સીપુ ડેમમાં માત્ર ૯ ટકા, દાંતીવાડા ડેમમાં ૨૦ અને મુક્તેશ્વર ડેમમાં ૪૮ ટકા પાણીનો જથ્થો છે. આ ત્રણ ડેમોમાં ચોમાસામાં ઉપરવાસમાંથી પાણીની આવક નહીં થાય તો સિંચાઈ અને પીવાના પાણીની વિક્ટ સ્થિતિ ઉભી થશે. જિલ્લાના તાલુકાઓ અને ગામોને પીવા અને સિંચાઈનો પાણી પુરો પાડતા ડેમોની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. હાલની સ્થિતિ એ સીપુ ડેમમાં માત્ર ૯, દાંતીવાડા ડેમમાં ૨૦ મુકતેશ્વર ડેમમાં ૪૮ ટકા જ પાણી છે. મુક્તેશ્વર ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહિત છે. તેમાથી સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ચાલુ વર્ષે દાંતીવાડા અને સિપુ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પાણીની આવક નહિ થાય તો સિંચાઇ અને પીવાના પાણીની વિકટ સ્થિતી સર્જાવાની શક્યતા.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસકાંઠામાં સિઝન નો 59.84 ટકા વરસાદ છતાં ડેમોની સ્થિતિ તળિયા ઝાટક

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Banaskantha District#Public Health and Safety#Dantiwada Dam#Agricultural Impact#Water Crisis#Sipu Dam#Mukteshwar Dam#Monsoon Rainfall#Irrigation Supply#Drinking Water Distribution#Water Levels#Rural Villages#Central and Eastern Banaskantha#Water Inflow#Drought Concerns
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
10 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
2 દિવસ પહેલા
