બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ખેડૂતોએ રાસાયણિક ખાતરોના તાજેતરમાં થયેલા ભાવ વધારા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં આ ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. ડીસાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઉનાળામાં અચાનક વહેલા વરસાદને કારણે બાજરી અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટમાં છે. આ સંજોગોમાં રાસાયણિક ખાતરોના ભાવમાં થયેલો વધારો ખેડૂતો માટે વધુ એક મોટો ફટકો છે. ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "આ ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. જ્યારે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ત્યારે ખાતરના ઊંચા ભાવ ખેતીને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. "સંગઠને સરકારને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતોની આ વેદનાને સમજે અને રાસાયણિક ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. આ અંગે વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ડીસામાં ખાતરના ભાવ વધારા બાબતે નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
20 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
