રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામેલ તાલુકામાં બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના લીધે બાજરી, મગફળી, કપાસ, ગવાર, ઘાસચારો તેમજ દાડમ, જામફળ જેવા બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે, જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે આજરોજ દિયોદર તાલુકાના સરપંચો એકઠા થઇ સરકારને વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આજે સરપંચોએ ધારાસભ્ય, મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોના નુકસાનનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ તેવી માંગ સૌએ કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર