રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ13 સપ્ટેમ્બર, 2025| Super Admin

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે પીડિત પરિવારને સહાયના ચેક અપૅણ કરાયાં

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે પીડિત પરિવારને સહાયના ચેક અપૅણ કરાયાં
કપરા સમયમાં ગુજરાત સરકાર,સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજ આ શોકગ્રસ્ત પરિવારની પડખે છે : કેબિનેટ મંત્રી પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા ભારે વરસાદના લીધે આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારમાં ફરીથી જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે. ગુજરાતના પાડોશી રાજ્ય તેમજ ગુજરાતમાં થયેલા સાર્વત્રિક વરસાદના લીધે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા રાજ્યમાં આકસ્મિક બનાવ બનતા રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે નાગરિકોની વહારે આવી છે. પાટણના સિધ્ધપુર તાલુકા ના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમ માંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહમાં બે યુવતીઓ ભેંસ ચરાવતી વખતે આવેલા પાણીના પ્રવાહમાં તણાતા અવસાન પામી હતી. આ દુખદ ઘટનાના પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પરિવારને મળીને સાંત્વના આપીને પીડિત પરિવારને સહાય નો ચેક અર્પણ કર્યો હતો. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબાજી અને મુકેશ્વરમાં અતિશય વરસાદથી નદીઓમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું, જેના પરિણામે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દુઃખદ ઘટનાઓ બની છે. પશુપાલન માટે ગયેલી બે દીકરીઓ સજ્જનબા અને કાજલબા નું અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. જેને પગલે ગુજરાત સરકાર તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આ પરિવાર ને મદદ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અધિકારીઓ અને પદાધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વહીવટી તંત્ર પરિવારની સાથે હોવાનું મંત્રીએ જણાવી સાંત્વના આપતા કહ્યું હતું કે, હું માતાજીને પ્રાર્થના કરું છું કે બંને દીકરીઓના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય.

સંબંધિત સમાચાર