પાટણના રેલવે ગરનાળા માગૅ પર આખલા યુદ્ધે અફરા-તફરી મચાવી

સ્થાનિકોએ લાકડીઓ વડે આખલા ઓને ભગાડતા લોકોએ રાહત અનુભવી
પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં મંગળવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા અફરા તફરી મચી જવા પામી હતી. શહેરના ભરચક વિસ્તારમાં આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સ્થાનિક લોકોએ લાકડીઓનો ઉપયોગ કરી આખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ નગરપાલિકાની રખડતા ઢોર નિયંત્રણની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના જાહેર માર્ગો પર વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાથી લોકોનું માનવું છે કે પાલિકાની ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે.
નગર પાલિકાની રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ અસરકારક ન હોવાનું સ્પષ્ટ થયું છે. આવી ઘટનાઓ શહેરીજનોની સલામતી માટે જોખમરૂપ બની રહી છે. લોકોમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.પાલિકા તંત્ર દ્વારા શહેર માથી રખડતાં ઢોરની સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવા લોક માગ ઉઠવા પામી છે.
ટેગ્સ:#Patan city#public safety#Stray cattle#Municipal Administration#Local Response#Civic Issues#Bullfight#Railway Garnala Road#Chaos and Fear#Traders and Pedestrians
સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
3 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
4 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
4 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
5 દિવસ પહેલા
