રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા19 ડિસેમ્બર, 2024| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર મફતપુરા વિસ્તારમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર મફતપુરા વિસ્તારમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
મેડિકલ ઓ.પી.ડી થકી સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોર-કિશોરીઓ તેમજ નાના બાળકોના આરોગ્યની કરાઈ તપાસ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અનાવાડીયાના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર -૦૩ના તાબા હેઠળ આવતા વોર્ડ નંબર ૪ના મફતપુરા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. અર્બન હેલ્થ ઓફિસર ડૉ.અર્ચનાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કેમ્પમાં મેડિકલ ઓ.પી.ડી થકી સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોર-કિશોરીઓ તેમજ નાના બાળકોના આરોગ્યની તપાસ કરાઈ હતી. લેબોરેટરી ટેકનિશિયન દ્વારા લાભાર્થીઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા. આ સાથે ઉપસ્થિતોને સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં આરોગ્ય વિભાગના ડોકટર, કર્મચારીઓ, આશાબહેનો, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર