રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા21 ડિસેમ્બર, 2024| Super Admin

ઊંઝાની આંગડિયા પેઢીના કર્મીઓ સાથે ઝપાઝપી કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો

ઊંઝાની આંગડિયા પેઢીના કર્મીઓ સાથે ઝપાઝપી કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો

ઊંઝા શહેરના સરદાર ચોક નજીક બાળોજ કોમ્પલેક્ષ ખાતે આવેલ આંગડિયાન બે કર્મીઓ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આંગડિયા કર્મીના મોતીપુરા સોસાયટીના ગેટ પાસે ગાડીમાં આવેલ ઈસમોએ ઝપાઝપી કરી આંગડિયા કર્મી પાસે રહેલ બેગ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. જૉકે સફળતા ન મળતા હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. બચાવો બચાવોની બૂમો પાડતા લોકો ભેગા થઈ જ્યાં લૂંટારુઓ ગાડીમાં બેસી પલાયન થઈ ગયાં હતા. પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા સ્ટેશન રોડ પર આવેલ બાળોજ કોમ્પલેક્ષ ખાતે પી. ઉમેશચંદ્ર નામની આંગડિયા પેઢી આવેલ છે. જે પેઢીનાં કર્મચારી પટેલ સંજય કાન્તિલાલ ઉ.વ 48 રહે મહાદેવપૂરા કોલોની ઊંઝા સાથી કર્મચારી રાજેન્દ્ર પટેલને મૂકવા સાંજના સુમારે મોતીપુરા ખજૂરીપોળ ખાતે ગયા હતા. સમી સાંજે મોતીપુરા ગેટ પાસે જતા ગાડીમાં અગાઊ થી ઉભેલા લૂંટારુઓ પૈકી કર્મીઓ સાથે ઝપાઝપી કરી બેગમાં રહેલ રૂપિયા ૨.૫૦ લાખ ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. છેવટે લૂંટારૂઓએ હુમલો કરતા સંજયભાઇને ઇજાઓ પહોંચી હતી. જૉકે કર્મીઓ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત સંજયભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે આંગડિયા પેઢી કર્મી રાજેન્દ્રભાઈએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરવામાં છે.

સંબંધિત સમાચાર