રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 ડિસેમ્બર, 2024| Super Admin

ડીસાના વાડીરોડ વિસ્તારમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ : સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

ડીસાના વાડીરોડ વિસ્તારમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ : સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

ડીસા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા એક તરફ કડક નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ  કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો અને તસ્કરો વિવિધ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. અને પોલીસ તંત્રને ખૂલ્લો પડકાર ફેંકી રહ્યા છે.  ત્યારે ગુરુવારે ડીસા વાડી રોડ મોચીવાસ વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા તસ્કરોએ આંતક મચાવ્યો હતો. જેમાં અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ત્યારે સવારે આ મામલે મકાન માલિકે પોલીસને જાણ કરી હતી છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મકાન માલિક દ્વારા આક્ષેપ કરાયો હતો અને જણાવ્યું હતું કે સતત ત્રીજી વખત આ તસ્કરોએ મકાનના દરવાજા પર તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ચોરીનો પ્રયાસ કર્યો છે. વળી ચોરી મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા મકાન માલિકે પોલીસની કામગીરી સામે પણ રોષ ઠાલવ્યો હતો.

સંબંધિત સમાચાર