રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 ડિસેમ્બર, 2024| Super Admin

અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી બસ માંથી ચરસ મળી આવ્યું એકની ધરપકડ

અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી બસ માંથી ચરસ મળી આવ્યું એકની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ પકડાતા પોલીસને સફળતા મળી છે. જેમાં અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા તેને રોકાવી અંદર બેઠેલા એક ઇસમની તપાસ કરતા તેની બેગમાંથી ચરસ મળી આવ્યું હતું. જેથી પોલીસે ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાની રાજસ્થાન સરહદ પર આવેલી ચેકપોસ્ટમાંથી અતિસંવેદનીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસ કર્મચારીઓ રાબેતા મુજબ રૂટિન વાહન તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફની આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી દિલ્લી-અમદાવાદ ખાનગી બસ પર શંકા જતાં તેને ઉભી રખાવી પોલીસે તેમાં તપાસ હાથ ધરી હતી. જેમાં એક મુસાફર પાસે કોઇ શંકાસ્પદ પાર્સલ જાણતા પોલીસે તેને વધુ ઝીણવટભરી તપાસ કરતા યુવક પાસે ચરસ નશીલો પદાર્થ મળી આવ્યો હતો, જેથી બસમાંથી યુવકને નીચે ઉતારી પકડાયેલા ચરસને પોલીસે પોતાનાં કબજામાં લઇ ચરસ સાથે ઝડપાયેલ ઈસમની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પકડાયેલા ચરસ. 870ગ્રામ જેની કિંમત કિંમત રુપિયા 130500 તેમજ મોબાઈલ રોકડ રકમ સહીત કબજે લઈ પકડાયેલ ઈસમને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર