રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય24 એપ્રિલ, 2025| Super Admin

પહલગામમાં પ્રવાસીઓ પર હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન; ન્યાયાધીશોએ કહ્યું- ‘આ હિંસા રાક્ષસી કૃત્ય’, વકીલોમાં પણ ભારે આક્રોશ

પહલગામમાં પ્રવાસીઓ પર હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન; ન્યાયાધીશોએ કહ્યું- ‘આ હિંસા રાક્ષસી કૃત્ય’, વકીલોમાં પણ ભારે આક્રોશ

(જી.એન.એસ) તા. 23

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દયતાપૂર્વક આતંકી કૃત્ય કર્યું છે. આતંકીઓએ મંગળવારે (22 એપ્રિલ) પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરતા 28 લોકોના મોત થયા છે, જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે. કોર્ટના ન્યાયાધીશો, વકીલો, રજિસ્ટ્રી કર્મચારીઓ સહિત તમામ લોકોએ ભયાનક આતંકી કૃત્યનો વિરોધ કરવાની સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

દેશની સર્વોચહ અદાલત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેંચોએ બેઠક દરમિયાન પહલગામ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી પ્રસ્તાવ પસાર કર્યો છે. પ્રસ્તાવમાં લખાયું છે કે, ‘આતંકવાદીઓનું હિંસાત્મક રાક્ષસી કૃત્ય અંતરાત્માને હચમચાવી દે તેવું છે. આતંકીઓનું કૃત્ય દર્શાવે છે કે, તેઓ કેવા પ્રકારની ક્રૂરતા અને અમાનવીયતા ઉભી કરે છે. ભારતના મુંગુટ કાશ્મીરમાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લઈ રહેલા પ્રવાસીઓને હિંસાનો શિકાર બનાવાયા છે, જેની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ.’

તે પ્રસ્તાવમાં વધુમાં લખાયું છે કે, ‘આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને સુપ્રીમ કોર્ટ શ્રદ્ધાંજલિ પાઠવે છે. અમે પીડિત પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે, મૃતકોની આત્માને શાંતી મળે ઈજાગ્રસ્ત વહેલીતકે સ્વસ્થ થાય. આ સંકટ સમયે આખો દેશ પીડિતોની સાથે છે.’

સુપ્રીમ કોર્ટમાં બપોરે 1.59 કલાકે સાયરન વાગી, પછી 2.00 વાગ્યે તમામ ન્યાયાધીશો, વકીલો અને અન્ય લોકો પોતાની જગ્યા પર ઉભા થઈ ગયા હતા અને બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ પહેલા લગભગ 1.30 કલાકે 1000 વકીલોનું જૂથ સુપ્રીમ કોર્ટના લેનમાં એકત્ર થયું હતું. આ વકીલોએ કોટ પર સફેર રીબીન લગાવી પહેલગામ હુમલાનો આક્રોશપૂર્વક વિરોધ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર