રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 માર્ચ, 2026| Super Admin

ડીસા રૂરલ પોલીસની મોટી સફળતા: પશ્ચિમ બંગાળના અપહરણ કેસનો ભેદ ઉકેલ્યો, આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો

ડીસા રૂરલ પોલીસની મોટી સફળતા: પશ્ચિમ બંગાળના અપહરણ કેસનો ભેદ ઉકેલ્યો, આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો
બનાસકાંઠા જિલ્લાની ડીસા રૂરલ પોલીસે એક પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગોઘાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. રૂરલ પોલીસે બાતમીના આધારે દશાનાવાસ ગામેથી સગીર ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીની અટકાયત કરી છે. ​શું હતી સમગ્ર ઘટના? ​પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગોઘાટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૩૭(૨), ૧૪૦(૩) મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો. આ ગુનાનો આરોપી અને ભોગ બનનાર ડીસા તાલુકાના દશાનાવાસ ગામે હોવાની ખાનગી બાતમી ડીસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરીને મળી હતી. જેના પગલે તુરત કાર્યવાહી કરાતાં સફળતા મેળવી હતી ​બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક દશાનાવાસ ગામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી રણજીતજી જેણાજી ઠાકોર (રહે. દશાનાવાસ, તા. ડીસા) ના કબજામાંથી સગીર વયની ભોગ બનનાર મળી આવી હતી. ​આગળની કાર્યવાહી ​પોલીસે સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી 'સખી વન સ્ટોપ સેન્ટર' પાલનપુર ખાતે મોકલી આપી છે. જ્યારે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પશ્ચિમ બંગાળ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. ડીસા રૂરલ પોલીસ  દ્વારા આ કામગીરીમાં ASI ભુરાભાઈ, ASI ગણપતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ, અરવિંદભાઈ, પોપટભાઈ અને અસ્મિતાબેન સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.    

સંબંધિત સમાચાર