રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 ફેબ્રુઆરી, 2026| Super Admin

કાંકરેજ-ઓગડમાં લીલાછમ વૃક્ષોનો ખુડદો બોલાવતા તત્વો બેફામ બન્યા

કાંકરેજ-ઓગડમાં લીલાછમ વૃક્ષોનો ખુડદો બોલાવતા તત્વો બેફામ બન્યા
ફોરેસ્ટ કર્મચારીઓ, મામલતદાર,ચીફ ઓફિસર, પ્રાંતઅધિકારની ચૂપકીદી વચ્ચે લાટીમાં ઠલવાતો જથ્થો ? રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી પર્યાવરણ જાળવવા માટે વન- જંગલો, નદીઓ, તળાવો, ઝરણાં, પહાડો જેવી કુદરતી સંપત્તિનું જતન કરવા માટે આખા વિભાગો કડક કાયદાની સાંકળ સાથે અધિકારીઓ કર્મચારીઓની ફોજ ઊભી કરેલ હોવા છતાં આજે વૃક્ષો, પહાડો, નદીઓ, તળાવો ઝરણાં ગૌચર ખરાબાઓનો નાશ કરનાર તત્વો સક્રિય બન્યા છે અને તંત્ર ચૂપ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના છેવાડા કાંકરેજ-ઓગડ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી લીલાંછમ વર્ષોજુના તંદુરસ્ત વૃક્ષો કાપી સરકારની ગ્રાન્ટ યોજના ઓમાંથી લોખંડની કંટાળી વાડ બનાવવાનો ક્રેઝ વધતાં કાંકરેજ ઓગડ તાલુકાનો લીલોછમ હરિયાળો વિસ્તાર ઝડપભેર કરછના રણમાં ભળી રહયો હોય તેવું લાગે છે. લીલાંછમ વર્ષો જુના તંદુરસ્ત વૃક્ષો કાપવની મંજૂરી કયા ખેડૂતે શા માટે માંગી કયા સરપંચ-તલાટીના ભલામણ પત્ર મુજબ પ્રાંત અધિકારી,મામલતદાર,ચીફ ઓફિસર મંજૂરી આપી અને કઈ સોમીલ-લાટીમાં તેનો જથ્થો ઉતારવામાં આવ્યો?શું આ વર્ષો જુના તંદુરસ્ત લીલાંછમ વૃક્ષો કાપવા જરૂરી હતા ? તેની ભલામણ અને છેવટની મંજૂરી આપનારની તપાસ થશે ? મામલતદાર, નાયબ મામલતદાર ફોરેસ્ટ, પોલીસ વિભાગને સમી સાંજે વૃક્ષોના કાપેલા થડિયા ભરેલાં ટ્રેકટર ટ્રોલીઓ નથી દેખાતી ? દર વર્ષે શાળા કોલેજો જાહેર ખાનગી સંસ્થાઓ સ્થળોએ થતાં વૃક્ષારોપણના કાર્યક્રમો પછી તે સ્થળે વૃક્ષ ઉછેર કેટલાં થયાં અને તે સ્થળો આજુબાજુ કેટલાં વૃક્ષો કાપીને સોમીલ લાટી બજારમાં કેટલા ટ્રેકટર ટોલા ઠલવાયાં તેની નોંધ તંત્રએ કે કહેવાતા વૃક્ષ જીવદયા પ્રેમીઓએ લીધી છે ખરા? કાંકરેજ ઓગડ તાલુકામાં લીલાછમ વૃક્ષોનો ખુડદો બોલાવતા તત્વો બેફામ બન્યા છે. જલાઉ અને બીજાં લાકડાંનો વેપાર વધતાં સોમીલો લાટીઓ ઠેરઠેર જાહેર રોડ પર મોટા પાયે ફૂટી નીકળી છે.ત્યારે આ વૃક્ષો કાપતા ઇસમો અને ખરીદતા વેપારીઓ પ્રત્યે સરકાર, તંત્ર અને કહેવાતા વૃક્ષ જીવદયા પ્રેમીઓ ની મીઠી નજર કેમ ? કાંકરેજ- ઓગડ તાલુકાના વિસ્તારો લોખંડની કાંટાળી વાડને કારણે ઝડપભેર ઉજ્જડ બની રહયા છે છતાં લોકસેવકો ખૂણેખાંચરે ખાંખા ખોળા કરતા સક્રિય રાજકીય સહકારી આગેવાનો કાર્યકરો ચૂપ કેમ છે ? શું આ વૃક્ષો કાપતા અને ખરીદતા લોકો સામે કાયદો લક્ષ્મીના જોરે લાચાર બન્યો છે.કાંકરેજ ઓગડ તાલુકામાં દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ફોટા પડાવી છાપાઓ ટીવી સોશીયલ મિડીયામાં વૃક્ષપ્રેમીની પ્રસિદ્ધિ મેળવતા નેતાઓ અધિકારીઓ લીલાછમ વૃક્ષોનો ખુડદો બોલાવતા તત્વો સામે અવાજ ઉઠાવે તેવી લોકોની માંગ છે. ખેતરના શેઢેથી વર્ષો જુના વૃક્ષો હતાવી સરકારની ગ્રાન્ટ મેળવી લોખંડના વાયર ફિનીશિગ વાળી કાંટાળી વાડ બનાવવામાં ખેડૂતો સક્રિય બન્યા છે તેમને આ વૃક્ષની કિંમત સમજતી નથી પણ બે પાંચ વર્ષ પછી આંખો ખુલશે ત્યારે મોડું થઈ ગયું એ કહેશે. કાંકરેજ-ઓગડ તાલુકામાં આડેધડ કાપતા વૃક્ષોની સાચી તપાસ થશે ?    

સંબંધિત સમાચાર