રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસાના ખરડોસણ નજીક આશાસ્પદ યુવકનું અજાણ્યા ટ્રકની ટક્કરે મોત

ડીસાના ખરડોસણ નજીક આશાસ્પદ યુવકનું અજાણ્યા ટ્રકની ટક્કરે મોત
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : ખરડોસણ ગામ અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો ડીસા તાલુકાના ખરડોસણ ગામના રબારી સમાજના આશાસ્પદ યુવકનું ગત મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ડીસાથી ખરડોસણ તરફ જઇ રહેલા બાઇક સવાર યુવકને માણેકપુરા પાટીયા નજીક એક અજાણ્યા ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસને અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે તાત્કાલીક દોડી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ખરડોસણ ગામ ખાતે રહેતાં જીતેશકુમાર બાબુભાઇ નોગોહ (રબારી) (ઉં.વ.આ. 28) ગત મોડી રાત્રે પોતાની બાઇક નં. જીજે-24-એલ-2299 પર ડીસા તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માણેકપુરા પાટીયા નજીકથી પસાર થતાં અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી બાઇકને અચાનક ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, જીતેશકુમાર નોગોહ (રબારી) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલીક યુવકને સારવાર અર્થે ઇકો ગાડીમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃતક જાહેર કર્યો હતો. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. જ્યારે ખરડોસણ ગામ અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. આ અકસ્માત અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર