રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જાન્યુઆરી, 2026| Super Admin

પાલનપુરમાં પાણીનું લીકેજ રિપેર કરવા જતા લાઈટનો થાંભલો નમી ગયો

પાલનપુરમાં પાણીનું લીકેજ રિપેર કરવા જતા લાઈટનો થાંભલો નમી ગયો
રહીશો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો પાલનપુરમાં પીવાના પાણીની પાઇપમાં લીકેજ રીપેર કરવા જતા ખોદેલ ખાડાના લીધે લાઈટનો થાંભલો નમી જતા આસપાસના રહીશોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ યુ.જી.વી.સી.એલ. ને કરતા લાઈટનો પુરવઠો બંધ કરીને સમારકામ હાથ ધર્યું હતું. પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં રોકડિયા હનુમાનથી આકેસણ તરફ જતા રોડ પર એક જગ્યાએ નગરપાલિકા દ્વારા પીવાના પાણીની લીકેજ પાઈપનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જે સમયે જમીન ખોદતા બાજુમાં ઊભેલો યુ.જી.વી.સી.એલ. નો થાંભલો અચાનક નમી પડ્યો હતો. થાંભલો નમી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક રહીશોએ યુ.જી.વી.સી.એલ.ને કરી હતી.  વળી મુખ્ય રોડ હોવાથી સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોવાથી રોડ પર જતા કોઈ અકસ્માત ના સર્જાય તે માટે થઈને સ્થાનિકો દ્વારા રોડ બંધ કરી દઈ નમી ગયેલા થાંભલાને ઝાડ સાથે બાંધી દીધો હતો. થાંભલો નમી જતા લાઈટના વાયરો પણ ઢીલા પડી ગયા હતા. વાયરો તૂટી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે યુ.જી.વી.સી.એલ. ને જાણ કરતા લાઈટનો પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. યુ.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા સમાર કામ હાથ ધરી લાઈટનો થાંભલો ફરી યોગ્ય રીતે ફીટ કરી રાબેતા મુજબ લાઈટનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.તેથી તમામે હાશકારો અનુભવ્યો હતો.  

સંબંધિત સમાચાર