રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા તાલુકાના જુનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની પ્રબળ લોકમાંગ

ડીસા તાલુકાના જુનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની પ્રબળ લોકમાંગ
ગામ સહિત આજુબાજુના 20 ગામના લોકો આરોગ્ય સેવાથી વંચિત ડીસા તાલુકાનું સૌથી મોટું જુનાડીસા ગામ આજુબાજુના 20 ગામોનું સેન્ટર ગામ છે પરંતુ ગામલોકો આરોગ્ય સેવા માટે એકમાત્ર પીએચસી પર નિર્ભર છે. તેથી પીએચસીને સીએચસીમાં તબદીલ કરવાની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે. રાજ્ય સરકારે ગામડાના લોકોને ઘર આંગણે આરોગ્યની સેવા મળી રહે તે માટે ગામડાઓમાં પીએચસી કાર્યરત કર્યા છે. જ્યારે મોટા ગામડાઓમાં સીએચસી કાર્યરત છે પણ જુનાડીસા અને આજુબાજુના ગામ લોકો સામે ગંભીર આરોગ્ય સંકટ ઊભુ થયુ છે. ૨૦ ગામોની કુલ વસ્તી ૧ લાખથી વધુ હોવા છતાં અહીં તમામ લોકો પીએચસી પર નિર્ભર છે. જેથી મોટાભાગના લોકો પૂરતી આરોગ્ય સુવિધાથી વંચિત રહી જાય છે.તેમાં પણ પ્રસૂતિના ગંભીર કેસ, અકસ્માતના દર્દીઓ, સ્ટ્રોક જેવી સ્થિતિમાં દર્દીઓને ડીસા કે પાલનપુર સુધી લઈ જવા પડે છે.તેથી દર્દીનો જીવ પણ જોખમમાં મુકાય છે.જેને લઈ પીએચસીને સીએચસીનો દરજ્જો મળે તો ગામલોકોને ઘર આંગણે આરોગ્યની પૂરતી સેવાઓ મળી રહે તેમ છે. આ બાબતે જાગૃત નાગરીકો દ્વારા વર્ષોથી ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ થાય છે. ત્યારે ગામલોકોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સરકાર અને તંત્ર દ્વારા પીએચસીને સીએચસીનો સત્વરે દરજ્જો આપવામાં આવે તેવો જનમત પ્રવર્તે છે.    

સંબંધિત સમાચાર