રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 નવેમ્બર, 2025| Super Admin

એલ.સી.બી.ની મોટી સફળતા: ડીસા રૂરલ વિસ્તારમાંથી ₹ ૭.૩૬ લાખનો વિદેશી દારૂ ભરેલું બોલેરો પીકઅપ ડાલું ઝડપાયું

એલ.સી.બી.ની મોટી સફળતા: ડીસા રૂરલ વિસ્તારમાંથી ₹ ૭.૩૬ લાખનો વિદેશી દારૂ ભરેલું બોલેરો પીકઅપ ડાલું ઝડપાયું

બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે, એલ.સી.બી., પાલનપુરની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું એક બોલેરો પીકઅપ ડાલું ઝડપી પાડીને ₹ ૭,૩૬,૯૭૬/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન વાહનનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એલસીબી પોલીસે બાતમીના આધારે આ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ​સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કડક સૂચના બાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર  એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ​પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફને બાઈવાડા ગામેથી ચોક્કસ બાતમી મળી હતી કે, "એક સફેદ કલરનું પીકઅપ ડાલું રજી.નં. GJ 38 T 3836 વાળું થેરવાડાથી ડીસા તરફ આવી રહ્યું છે અને તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે." ​આ હકીકતના આધારે પોલીસે બાઈવાડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ​વોચ દરમિયાન બાતમીવાળું પીકઅપ ડાલું આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે વાહન રોકવાને બદલે તેને ભગાડી મૂક્યું હતું. પોલીસે પીછો કરતાં આરોપી ભડથ ગામની સિમમાં બોલેરો પીકઅપ ડાલું (નં. GJ 38 T 3836) મૂકીને અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતાં તેમાંથી વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન મળી આવ્યા હતા, જેનો કુલ જથ્થો નંગ-૧૮૩ર થવા પામે છે.      

સંબંધિત સમાચાર