રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત14 એપ્રિલ, 2025| Super Admin

અમદાવાદમાં મેટ્રોમાં મિત્રની જ ડીગ્રીમાં ચેડા કરીને મેગા પ્રોજેક્ટના AGM બની બેઠેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

અમદાવાદમાં મેટ્રોમાં મિત્રની જ ડીગ્રીમાં ચેડા કરીને મેગા પ્રોજેક્ટના AGM બની બેઠેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 13

અમદાવાદ,

બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે મિત્રએ RTI કરીને માહિતી માંગી હતી અને પછી આરોપીએ કરેલા કાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પંકજ પ્રસુનસિંગ નામના વ્યક્તિએ  તેના મિત્ર કપિલ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કપિલ શર્માએ પંકજની  ડિગ્રી સાથે ચેડી કરીને અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGM તરીકે નોકરી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે પંકજે RTI કરીને માહિતી મેળવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. 

આ ઘટનામાં પોલીસ ફરિયાદ અનુસાર, તજાકિસ્તાનમાં આરોપી કપિલ અને ફરિયાદી પંકજ સાથે નોકરી કરતા હતા. એ સમયે આરોપીએ ભાગીદારીમાં અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરવા પંકજની ડિગ્રી સહિતના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. જો કે, આ પછી આરોપીએ મિત્રના ડોક્યુમેન્ટમાં ચેડા કરીને અમદાવાદ મેટ્રોમાં નોકરી મેળવી લીધી હતી.

જે પછી સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા તપાસ કરીને આરોપી કપિલની ધરપકડ કરી હતી. અગાઉ આરોપીએ મધ્યપ્રદેશના પલાસીયા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજના ગુનાને અંજામ આપ્યા હતા અને હાલ જામીન પર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર