રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિસનગરના કમાણામાં દુર્ઘટના: જર્જરિત દીવાલ ધરાશાયી થતાં કડિયાનું મોત

વિસનગરના કમાણામાં દુર્ઘટના: જર્જરિત દીવાલ ધરાશાયી થતાં કડિયાનું મોત

વિસનગર તાલુકાના કમાણા ગામમાં ગુરુવારની સવાર એક ભારે આઘાતજનક ઘટના લઈને આવી હતી. ગામમાં ચાલી રહેલા એક મકાનના નવીનીકરણ (રિનોવેશન) કાર્ય દરમિયાન પાડોશમાં આવેલા એક ખખડધજ મકાનની દીવાલ અચાનક તૂટી પડતાં એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે મકાનમાલિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે શાંત વિસ્તારમાં અરેરાટી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, કમાણા ગામના પોળના મહોલ્લામાં રહેતા પ્રહલાદભાઈ નાગરદાસ પટેલ પોતાના જૂના મકાનને ઉતારીને નવું બાંધકામ કરાવી રહ્યા હતા. આ ચણતરકામ માટે ગોઠવા ગામના દશરથજી ગલબાજી ઠાકોર અને વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં રહેતા જેસંગજી ગંભીરજી ઠાકોરને રોકવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે ૯ વાગ્યાના સુમારે જ્યારે દીવાલ ચણવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે અચાનક જ બાજુમાં આવેલા દીપકકુમાર નરેન્દ્રભાઈ પટેલના જૂના અને જર્જરિત મકાનની ઉપરની દીવાલ ધડાકાભેર નીચે ખાબકી હતી.

આ અણધારી દુર્ઘટનામાં કામ કરી રહેલા કારીગર દશરથજી અને સ્થળ પર હાજર મકાનમાલિક પ્રહલાદભાઈ બંને ઈંટો અને કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાને પગલે થયેલી બૂમાબૂમ સાંભળીને આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, કમનસીબે દશરથજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રહલાદભાઈને તાત્કાલિક સારવાર અર્થે વિસનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતક દશરથજીના પુત્ર રાકેશજીના નિવેદનના આધારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જ દુર્ઘટનામાં એક ચમત્કારિક બચાવ પણ જોવા મળ્યો હતો. મૃતક દશરથજી સાથે કામ કરી રહેલા અન્ય કારીગર જેસંગજી ગંભીરજી ઠાકોર ઘટના સમયે સિમેન્ટ-રેતીનો માલ બનાવવા માટે ગયા હતા. તેઓ બે ટોપલા રેતી લાવી ચૂક્યા હતા અને જેવો ત્રીજો ટોપલો ભરવા માટે ગયા, તે જ સમયે આ દુર્ઘટના ઘટી હતી. જો તેઓ ત્યાં જ ઊભા હોત તો કદાચ તેઓ પણ કાટમાળ નીચે દબાઈ ગયા હોત, પરંતુ આકસ્મિક રીતે તેઓ આ ગોઝારી દુર્ઘટનાનો શિકાર બનતા આબાદ બચી ગયા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Visnagar City

સંબંધિત સમાચાર