રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરના મોતીપુરામાં 35 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ આકાર પામશે

હિંમતનગરના મોતીપુરામાં 35 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ આકાર પામશે

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર નવો ઓવરબ્રિજ જૂન માસના પ્રથમ સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યો છે. 35 કરોડથી વધુના ખર્ચે બનેલા આ બ્રિજની લંબાઈ 1163 મીટર અને પહોળાઈ 25 મીટર છે.નવેમ્બર 2024માં શરૂ થયેલી આ બ્રિજની કામગીરી માત્ર સાત મહિનામાં પૂર્ણતાના આરે છે. હાલમાં અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. લોડ ટેસ્ટ બાદ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.અમદાવાદથી ઉદેપુર જતા નેશનલ હાઈવે 48 પર ચિલોડાથી શામળાજી સુધી કુલ 32 ઓવરબ્રિજ અને ત્રણ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. હાલમાં ગામડી, સરવણા અને ગડાદર પાસે બોક્સ બ્રિજની કામગીરી ચાલી રહી છે. રાયગઢ, ગાંભોઈ અને ગડાદર પાસે રેલવે ઓવરબ્રિજનું કામ પણ પ્રગતિમાં છે.પ્રાંતિજ બોખ, ચંદ્રાલા અને ચિલોડા વિસ્તારમાં પણ બોક્સ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ તમામ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. મોતીપુરા ઓવરબ્રિજ શરૂ થવાથી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર