રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

મહેસાણાના કુકરવાડા ખાતે રૂ.૧.૭૧ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 1.71 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ નવ નિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ વિજાપુરના ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનનું રીબીન કાપી તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાહન વ્યવહારની સુવિધાઓમાં દિવસે દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. આજે દરેક ગામમાં એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આજે કુકરવાડા ખાતે અત્યંત સુવિધાવાળું એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના થકી કુકરવાડા ગામ અને આજુબાજુના ગામ લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોડ રસ્તા સહિતના વિકાસના કામોને અગ્રતા આપી લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. છેવાડાના લોકોને સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે અને જેનો લાભ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી રહ્યો છે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વિજાપુરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે કુકરવાડા ગામમાં અદ્યતન નવીન બસ સ્ટેશન બનવાથી ગામ સહિત આજુબાજુના વિસ્તારના લોકોને બહુ મોટો ફાયદો થશે. કારણકે કુકરવાડા વેપારી મથક હોવાથી અહીં આજુબાજુના ગામોનો વાહન વ્યવહાર રહેતો હોવાથી નવીન બસ સ્ટેશન બન્યા બાદ બસોના રૂટોમાં પણ વધારો થશે અને લોકોની આવન જાવન સુવિધા વધશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ જવા આવવા માટે પણ બસોના નવા રૂટો શરૂ કરવામાં આવશે જેથી લોકોની પરિવહન સુવિધા વધશે. કુકરવાડા ગામમાં આજે વિકાસનું એક નવું સોપાન ઉમેરાયું છે અને દિવસે દિવસે ગામનો વિકાસ વધતો જાય છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર