રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ5 મે, 2025| Super Admin

પાટણના હિંગળાચાચર ચોકમાં દાતાની પ્રતિમાની ફરતે ગંદકીનું સામ્રાજ્ય

પાટણના હિંગળાચાચર ચોકમાં દાતાની પ્રતિમાની ફરતે ગંદકીનું સામ્રાજ્ય
૯૬ વર્ષ જૂની શેઠ પૂનમચંદની પ્રતિમાની ગરિમા જાળવવા પાલિકા તંત્ર સફાઈ કરાવે; પાટણના નગરજનોને  પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદેશથી વર્ષો પહેલાં રૂ.૨.૫૦ લાખનું દાન અપૅણ કરનાર અને શહેરના હિંગળાચાચર ચોકમાં જેઓની પ્રતિમા સ્થાપિત છે તેવા શેઠ પૂનમચંદ લલ્લુભાઈની પ્રતિમાની આસપાસ પાલિકા તંત્ર ની નિષ્ક્રિયતાના કારણે કચરાના ઢગ ખડકાયા હોવાની પ્રતિમા ફરતે ગંદકી જોવા મળી રહી છે તો આ ગંદકી ની સફાઈ મામલે વેપારીઓએ નગરપાલિકા પાસે સફાઈની માંગ કરી છે. ઈ.સ.૧૯૨૯ માં શેઠ પૂનમચંદ લલ્લુભાઈએ પાટણની પ્રજાને પાણીની સુવિધા મળે એ માટે પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખાને રૂ.૨.૫૦ લાખનું દાન આપ્યું હતું. તેમના આ યોગદાનને બિરદાવવા માટે ૯૬ વર્ષ પહેલા નગરપાલિકાએ હિંગળાચાચર ચોકમાં તેમની પ્રતિમા સ્થાપિત કરી હતી. પરંતુ વર્તમાન સમયમાં શાસકોની નિષ્ક્રિયતાને કારણે આ પ્રતિમાની આસપાસ કચરા પેટી જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર અનેકવાર આ ગંદકીના દ્રશ્યો વાયરલ કરી નઘરોળ નગરપાલિકાના સત્તાધીશો ને રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી આ ગંદકી મામલે પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. લોકોમાં ચર્ચા છે કે જો મોટા દાતાઓની પ્રતિમાની આવી સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોની સુવિધાઓની શું સ્થિતિ હશે. ત્યારે નગરપાલિકાના સત્તાધિશોએ શરમ અનુભવી આ દાતાની પ્રતિમા ફરતે ફેલાયેલી ગંદકીને તાત્કાલિક ધોરણે દૂર કરી પ્રતિમાની સમયાંતરે સાફ સફાઈ કરવામાં આવે તે આજના સમયની માંગ છે.

સંબંધિત સમાચાર