રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના જાળેશ્વર પાલડી ખાતે જિલ્લા કક્ષાનો 26 મી જાન્યુ. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે

પાટણના જાળેશ્વર પાલડી ખાતે જિલ્લા કક્ષાનો 26 મી જાન્યુ. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે
ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ: 26મી જાન્યુઆરી એટલે કે,પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન સમારોહ માટે સમગ્ર રાજ્યમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો 26મી જાન્યુઆરીનો આ વર્ષનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જાળેશ્વર પાલડી મુકામે થવાનો છે. આ સમારોહમાં કોઈ પણ જાતની કચાશ ન રહી જાય અને હરહંમેશની જેમ આ સમારોહ પણ યાદગાર બની રહે તેમજ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારીઓને સોંપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાર્યક્રમના સંકલનથી લઈને સ્થળ પરની સાફ-સફાઈ, સુશોભન, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વગેરે સુધીની વ્યવસ્થાઓ કરવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી. પ્રજાસત્તાક દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટરે વિવિધ શાખા અધિકારીઓને સુચન કર્યું હતુ. મહેમાનોની બેઠક વ્યવસ્થા, ઈનામ-પ્રમાણપત્રો વિતરણ, રંગરોગાન, સજાવટ,લાઈટીંગ,સાઉન્ડ સિસ્ટમ,વીજળીની વ્યવસ્થા, મેડીકલ ટીમો, વગેરે જેવી તમામ વ્યવસ્થાઓ કરવા માટે પણ સુચન કરવામાં આવ્યું હતુ.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર